યોજનાઓ

ઘર ની આકારણી ગ્રામપંચાયત મા કરી જવું.
ઘર ની આકારણી ગ્રામપંચાયત મા કરી જવું.
ગ્રામજનોને જણાવવાનું કે ઘરવેરો ગ્રામ પંચાયતમાં જમા કરવાનો રહેશે .જેની ખાસ નોંઘ લેવી.
ગ્રામજનોને જણાવવાનું કે જમીન મેહેસુલ વેરો માટે ગ્રામ પંચાયતમાં જમા કરવાનો રહેશે.જેની ખાસ નોંઘ લેવી.
ગ્રામજનોને જણાવવાનું કે જન્મ-મરણ નોંઘણી તથા દાખલા આપવા આવશે. જેની ખાસ નોંઘ લેવી.
યોજનાઓ

પ્રધાનમંત્રી જનધન યોજના - PMJDY
જનધન યોજના સામાન્યજનને બેંકોના માધ્યમથી ધન સાથે જોડાશે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ સીધી તેમના ખાતામાં જમા થશે. સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર માટે રૂ.૬૦૦૦ ની સહાય બેંક ખાતામાં જમા થશે. શૌચાલયના નિર્માણ માટેની રકમ પણ ગરીબો ના ખાતામાં જશે. ગરીબમાં ગરીબ વ્યક્તિનું પણ બેંકમાં ખાતું હોય અને સરકારી યોજનાઓનો લાભ ગરીબ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જમા થાય તે માટેની ‘પ્રધાનમંત્રી જનધન યોજના’ જનધન યોજનાને કારણે ગરીબ પરિવારોના પણ બેંક ખાતા ખૂલવાથી ગરીબોમાં અને મનોવૈજ્ઞનાનીક પરિવર્તન આવશે.બેંક પોતાની સાથે ખાતાધારક ૧ લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ૩૦ હજાર રૂપિયાનો જીવનવીમો પણ આપવામાં આવશે. કોઈપણ બેંકમાં ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવી શકાય અને જમા રાશી પર વ્યાજ મળશે. વધુ માહિતી માટે : http://pmjdy.gov.in


બેટી બચાવો બેટી પઢાવો
સમાજમાંથી સ્ત્રીભ્રૂણ હત્યાનું કલંક મીટાવવા અને દીકરીઓને ભણાવીને વિકાસના પ્રવાહમાં તેને સામેલ કરવાના ઉદેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ‘બેટી બચાવો – બેટી પઢાઓ’ રાષ્ટ્રવ્યાપી અભ્યાન શરુ કરવામાં આવ્યું છે. અભિયાન ના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં પ્રથમ ત્રણ મહિનામાં ગર્ભવશથા નોધણી, એઈસીડીસીએસની સેવાઓમાં સુધાર,જન્મ નોંધણી, પૂર્વ પ્રસુતિ તપાસણી અને તકનીકી અધિનિયમ પર કડક દેખરેખ રાખવામાં આવશે. શિક્ષણના અધિકારીની કડક અમલગીરી , બાળકીઓની સાર્વત્રીક નોધણી , બાળકીઓને મૈત્રીપૂર્ણ શાળાઓને પ્રોત્શાહન , બાળકીઓનો ડ્રોપ આઉટ રેશીઓ ઘટાડવા માટેના પગલાંઓ પણ આ અભિયાન હેઠળ કરવામાં આવશે. યોજનાના હેતુ: (ચાઈલ્ડ સેક્સ રેશીઓ) ૨૦૧૧ ની વસ્તી ગનતરી મુજબ ૧૦૦૦ છોકરાઓએ છોકરીઓની સંખ્યા ૯૧૮ છે. જે બાળકીના જન્મ પહેલા અને જન્મ પછીના લિંગ ભેદ તેમજ છોકરીઓ સાથે થતા ભેદભાવનું નિદર્શન કરે છે. આ યોજના અંતર્ગત આ ભ્જાપ્ત નીચે લઇ જવો. જેન્ડર આધારિત સેક્સ સેલેકસન નાબુત કરવા, છોકરીઓના ખાતરી માટે અને છોકરીઓ ટકી રહે તથા છોકરીઓની સુરક્ષા. વધુ માહિતીમાં માટે : http://wcd.nic.in/BBBPScheme, http://www.betibachaobetipadhao.co.in